Saturday - Jun 27, 2026

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ભર ઊંઘમાં સાપના ડંખથી બાળકનું કરુણ મોત

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ભર ઊંઘમાં સાપના ડંખથી બાળકનું કરુણ મોત

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ભર ઊંઘમાં સાપના ડંખથી બાળકનું કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે જેબીએસ રીફેક્ટરી કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક રાહુલભાઈ મંગલસિંગ ડામોરના સાડા ત્રણ વર્ષનો પુત્ર ધર્મેશ સૂતો હતો ત્યારે સાપ કરડી જતા સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.