Saturday - May 16, 2026

વાંકાનેરના રાતીદેવડી ગામે 2011 મુજબ પાણી વિતરણથી અડધું ગામ તરસ્યું

વાંકાનેરના રાતીદેવડી ગામે 2011 મુજબ પાણી વિતરણથી અડધું ગામ તરસ્યું

વાંકાનેરના રાતીદેવડી ગામે 2011ની સાલથી જ વસ્તી આધારે પાણી વિતરણને હવે ધીરેધીરે વધીને પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. 2011ની વસ્તી ગણતરી મુજબ જ પાણી વિતરણ થતું હોય પણ હવે ગામની વસ્તી ખૂબ જ વધીને 7 હજાર જેટલી વસ્તી થઈ ગઈ હોવાથી બધા જ ગ્રામજનોને પાણી પૂરું પડતું નથી. આથી ગામના અડધાથી પણ વધુ ગામલોકો પાણી વિના તરસ્યા રહે છે. આ ગામમાં પાંચમાં દિવસે ગામના છેલ્લા ઘરે પાણી પોહચે છે, હાલની વસ્તી મુજબ પાણી વિતરણ કરવાની માંગ ઉઠી છે

વાંકાનેરના રાતીદેવડી ગામે 2011 મુજબ પાણી વિતરણથી અડધું ગામ તરસ્યું

વાંકાનેરના રાતીદેવડી ગામના સરપંચ મરિયમબેન કડીવારના કહેવા મુજબ તેમનું ગામ રાજાશાહી વખતનું અને ગામમાં હાલ 7 હજારની વસ્તી હોય એ વસ્તી મોટાભાગે ખેતી અને મરઘા ઉછેર કેન્દ્ર, પશુપાલન તેમજ ઉદ્યોગ ધંધા પર નિર્ભર હોય પણ ખાટલે મોટી ખોટ સિંચાઇની છે. સિંચાઇની સવલત ન હોવાથી ગામની બધી જ ખેતી વરસાદ આધારિત છે. પશુપાલનનો ઘંઘો હોવા છતાં ગામમાં પશુ દવાખાનું નથી. કોઈ પશુ બીમાર હોય તો લોકોને તેની ચિકિત્સા કરવા માટે છેક વાંકાનેર સુધી દોટ લગાવી પડે છે. આ ગામ જુના અને નવા રાતીદેવડી ગામ અને એક હનુમાનજી પરા વિભાગ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલુ છે. પણ પંચાયત બોડી એક જ છે. ગામમાં 1થી8 ધોરણની સ્કૂલ, અંદરના રોડ રસ્તા 60 ટકા, ભૂગર્ભ ગટર 80 ટકા કંપલેટ તેમજ કચરાના નિકાલની જવાબદારી ગ્રામ પંચાયત જ નિભાવે છે.આ ગામને જોડતા તીર્થવા, સજ્જનપરના રસ્તા કાચા હોવાથી પાકા કરવાની માંગ છે. ગામમાં ઘણા સમયથી વસ્તીનો વધારો થતાં ગામ હવે શહેર જેવું બની ગયું છે. વસ્તી વધતાં અને બધાને યોગ્ય રોજગારી મળી રહેતા સામાન્ય વર્ગના લોકો પણ મધ્યમ કેટેગરીમાં આવી જતા તેની રહેણી કરણી બદલાય છે અને રાચ રચીલા શહેરના મધ્યમ વર્ગ જેવા થઈ ગયા હોય ઘણા સમયથી ચોરી, ઉઠાતરીની ઘટનાઓ વધી રહી છે. આથી આવી ઘટના રોકવા માટે તિસરી આંખ સમાન કેમેરા જરૂરી હોવાની સાથે પોલીસ નું પણ પેટ્રોલિગ વધે તેવી માંગ કરી છે.