મોરબી નજીક આવેલા ભરતનગર ગામે ગતરાત્રે શંકાસ્પદ હાલતમાં એક અજાણ્યા શખ્સનું મોત થયું હતું. જો કે આ ઘટનામાં ગ્રામજનોએ શંકાના આધારે આ શખ્સનો પીછો કરતા તેને બચવા માટે ભાગવા જતા પડી જવાથી ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું છે. જો કે પોલીસે બનાવનું સાચું કારણ ફોરેન્સિક રિપોર્ટમાં જ બહાર આવશે તેવું જણાવ્યું હતું.
મોરબીના ભરતનગર ગામે ગતરાત્રે એક 33 વર્ષના પરપ્રાંતીય યુવાનનનું ભેદી રીતે મોત નીપજ્યું હતું. આ અંગે હેડ કોન્સ. મનીષભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, આ અજાણ્યો શખ્સ ગત મોડી રાત્રે શકાસ્પદ રીતે હિલચાલ કરતો હોવાનું ધ્યાને આવતા ગ્રામજનોએ ભેગા મળીને રાત્રીના અંધકારમાં તેનો પીછો કર્યો હતો. પણ આ ટોળું મને મારશે તેવું લાગતા તેને દોટ મૂકી હતી અને ભગવા જતા પડી જવાથી ઇજાઓ થતા આ અજાણ્યા શખ્સનું મોત થયું હતું. જો કે આ શખ્સ ગણમાં ક્યાં ઇરાદે આવ્યો હતો અને ગ્રામજનોએ તેને માર માર્યો છે કે કેમ તે તપાસમાં બહાર આવશે. બાકી મોતનું સાચું કારણ ફોરેન્સિક રિપોર્ટમાં બહાર આવશે.