Friday - Jul 24, 2026

મોરબીમાં પહેલા નોરતે જ સર્વત્ર રાસ રમઝટ

મોરબીમાં પહેલા નોરતે જ સર્વત્ર રાસ રમઝટ

મોરબીમાં નવરાત્રી મહોત્સવ શરૂ થતાની સાથે ગતરાત્રે પ્રથમ નોરતે સર્વત્ર રાસ ગરબાની  રમઝટ બોલી હતી. શેરી ગરબા હોય કે અર્વાચીન ગરબા મહોત્સવ, દરેક જગ્યાએ દીકરીઓ અને ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે સૌથી મોટી શક્તિ ચોક ગરબી અને મંગલ ભુવન ગરબીએ ભારે જમાવટ કરી હતી. આ ગરબીઓની બાળાઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પ્રાચીન રાસ ઉપર મન મુકીને રાસ ગરબે રમી માતાજીની ભક્તિ કરી હતી. આ સિવાયની મોરબીના શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન ગરબીઓએ ભારે જમાવટ કરી હતી. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં ગરબીની સાથે ગૌસેવા માટે નાટક ભજવવાના આયોજનો થયા છે અને આગામી નવે નવ દિવસ જુદાજુદા ગામોમાં નાટક ભજવીને ગૌસેવા કરાશે.
 

મોરબીમાં પહેલા નોરતે જ સર્વત્ર રાસ રમઝટ
મોરબીમાં પહેલા નોરતે જ સર્વત્ર રાસ રમઝટ