મોરબીના શનાળા ગામ નજીક આવેલ શક્તિ માતાજીના મંદિર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડના બાઇકને પાછળના ભાગેથી સુપર કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આધેડના માથાના ભાગ ઉપરથી ટાયર ફરી જતા તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના મોટા ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી નજીકના ચાચાપર ગામે રહેતાની ખેતી કામ કરતા નરભેરામભાઇ નારણભાઈ પનારા (63)એ હાલમાં સુપર કેરી ગાડી નંબર જીજે 36 વી 1594 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના નાના ભાઈ રાજેન્દ્રભાઈ નારણભાઈ પનારા પોતાનું બાઈક નંબર જીજે 3 ડીઆર 6572 લઈને મોરબીના શનાળા ગામ પાસે આવેલ શક્તિ માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને પાછળના ભાગેથી સુપર કેરી ગાડીના ચાલકે ટક્કર મારતા ફરિયાદીના ભાઈ બાઈક ઉપરથી નીચે રસ્તા ઉપર પટકાતા તેના માથાના ભાગ ઉપરથી આરોપીના વાહનનું ટાયર ફરી ગયું હતું જેથી કરીને ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું