Saturday - Oct 17, 2026

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય (I.P.S.)નું મોરબી ન્યુમિસ્મેટિક ક્લબ દ્વારા ભાવભર્યું સન્માન

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય (I.P.S.)નું મોરબી ન્યુમિસ્મેટિક ક્લબ દ્વારા ભાવભર્યું સન્માન

​મોરબી: મોરબી ન્યુમિસ્મેટિક ક્લબના સંસ્થાપક ચેરમેન એડવોકેટ મિતેષ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે તથા સભ્ય કિશોરભાઈ લોખીલ દ્વારા રાજકોટ પોલીસ મહાનિરીક્ષક કચેરી ખાતે જાંબાઝ, સિંઘમ અને ઈમાનદાર છબી ધરાવતા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય- IPS નું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

​આ તકે ક્લબના હોદ્દેદારો દ્વારા સાહેબને મોમેન્ટો, ભગવદ્ ગીતાજી અને શાલ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. સાથે સાથે મોરબી ન્યુમિસ્મેટિક ક્લબ અને સંસ્કાર ભારતી, મોરબી દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક, સામાજિક અને વિરાસત સંરક્ષણની પ્રવૃત્તિઓથી સાહેબને વાકેફ કરવામાં આવ્યા હતા.

​આ પ્રસંગે આઈ.જી. નિર્લિપ્ત રાયજીએ મોરબી ન્યુમિસ્મેટિક ક્લબના સંસ્થાપક ચેરમેન એડવોકેટ મિતેષ દવેની ૬ વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ સહિત અતુલ્ય વિરાસત આઈડેન્ટિટી એવોર્ડ ૨૦૨૬ સુધીની સફરને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવા સંસ્કૃતિ અને સંસ્કારલક્ષી કાર્યો વધુ વેગથી કરવા બદલ શુભકામનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય (I.P.S.)નું મોરબી ન્યુમિસ્મેટિક ક્લબ દ્વારા ભાવભર્યું સન્માન
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય (I.P.S.)નું મોરબી ન્યુમિસ્મેટિક ક્લબ દ્વારા ભાવભર્યું સન્માન