Wednesday - Jul 01, 2026

કપાસના યોગ્ય ભાવ આપવાના બહાને રાજકોટના વેપારીએ માળીયાના ખેડૂતના 846 મણ કપાસની છેતરપીંડી કરી

કપાસના યોગ્ય ભાવ આપવાના બહાને રાજકોટના વેપારીએ માળીયાના ખેડૂતના 846 મણ કપાસની છેતરપીંડી કરી

માળીયા મિયાણા તાલુકામાં ખીરસરા ગામના ખેડૂતને કપાસના યોગ્ય ભાવ આપવાના બહાને રાજકોટના વેપારીએ 846 મણ કપાસ લઈ નાણાં નહિ ચૂકવતા રૂપિયા 13.70 લાખની છતરપિંડી કર્યાની માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામે રહેતા વિજયભાઈ છગનભાઈ ખાડેખા નામના ખેડૂતે રાજકોટ નાના મવા વિસ્તારમાં રાજ રેસિડેન્સીમાં રહેતા આરોપી સુરેશ ગોવિંદભાઇ લુણાગરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સુરેશભાઈએ ગત ફેબ્રુઆરી માસમાં તેમનો 846 મણ કપાસ કિંમત રૂપિયા 13,70,520 સારા ભાવ આપવાનું કહી લઈ ગયા બાદ કપાસના પૈસા નહિ આપી છેતરપીંડી કરતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવમાં ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.