Sunday - Aug 16, 2026

મોરબી જિલ્લામાં આગામી દિવસોએ વરસાદી ઝાપટા પડવાની આગાહી

મોરબી જિલ્લામાં આગામી દિવસોએ વરસાદી ઝાપટા પડવાની આગાહી

મોરબી જિલ્લામાં જન્માષ્ટમીથી પાંચ દિવસ વરસાદ પડયાના લાંબા અંતરાલ બાદ હવે ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પરંતુ આ વખતે ધોધમાર નહિ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડીયા તરફથી કરવામાં આવેલી આગાહી પ્રમાણે તારીખ 14 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી છુટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. 14 સપ્ટેમ્બરે 1 મીમી, 15 અને 16 સપ્ટેમ્બરે 4 મીમી અને 17 અને 18 સપ્ટેમ્બરે 1 મીમી જ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.