Wednesday - Jul 01, 2026

મોરબીમાં રામચોક કા રાજાની શાહી સવારી

મોરબીમાં રામચોક કા રાજાની શાહી સવારી

મોરબીના શનાળા પાસે રામચોક કા રાજાનું અહીંના મિત્ર મંડળ દ્વારા સતત 17માં વર્ધથી ઠાઠમાઠથી આયોજન કરવામાં આવ્યું છે. રામચોક કા મિત્ર મંડળ ગ્રુપે જણાવ્યું હતું કે, તેમના ગ્રુપે નાના એવા પંડાલથી ગણપતિ મહોત્સવ શરૂ કરતાં ધીરેધીરે સારો પ્રતિસાદ મળતા અત્યારે ગણેશની ભવ્ય મૂર્તિ સાથે શાહી સવારીથી ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન થાય છે. ગણપતિ દાદાની અમે દેખાદેખીથી નહિ પણ દિલથી ભક્તિ કરીએ છીએ એટલે અમારી ટીમના દરેક વ્યક્તિના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છીએ. વિદ્યાર્થીઓ હોય એની બાપાએ કેરિયર બનાવી છે. અહીં દરરોજ આરતીનો ભેદભાવ વગર કોઈપણ જ્ઞાતિના બાળક, મહિલા અને વડીલથી લઈને નાના માણસો એટલે મજૂરને લાભ અપાઈ છે. રોજ રાસ ગરબા અને ભજન કીર્તન, પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.