મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ રાજકોટ ઉપરાંત રાજ્યના અલગ અલગ જગ્યાએ અવાર નવાર વિદેશી દારૂ સાથે પકડાયેલા શખ્સને પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવી હેઠળ જેલમાં ધકેલવા જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા દરખાસ્ત મંજુર કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે રાજકોટના શખ્સને ઝડપી લઈ વડોદરા જેલહવાલે કર્યો હતો.
રાજકોટના હાથીખાના વિસ્તારમાં રહેતો આરોપી સાહીલભાઇ ઉર્ફે સાહુ હનીફભાઇ પરમાર ઉ.વ.23 મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં વિદેશી દારૂ સાથે પકડવાની સાથે અગાઉ રાજકોટ તેમજ રાજ્યના અલગ અલગ જિલ્લામાં પ્રોહીબિશન એકટ મુજબના ગુન્હામાં સંડોવેયલ હોય જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી સમક્ષ પાસા દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા એટલે કે પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવી દરખાસ મંજુર કરતા એ ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી વડોદરા જેલ હવાલે કર્યો હતો.