મોરબી પંથકમાં હમણાંથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પણ સતત વરસાદ પડી રહ્યો હોય અને વરસાદી પાણીનો નિકાલ જ ન હોવાથી વાવેતર માટે ભયજનક સ્થિતિ ઉભી થઇ છે. જેમાં મોરબીના ખેવરિયા ગામે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે. ખેતરોમાં વરસાદી પાણી ઘુસી જતા કપાસના પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે.
મોરબીના ખેવરિયા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓએ આ વખતે શરુઆતમાં વરસાદ સારો પડતા વાવણી કરી હતી અને કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હોય એમા કપાસ મુખ્ય છે.પણ હમણાંથી સતત વરસાદ પડી રહ્યો છે. ઉપરથી ખેતરોમાં પાણી ભરાય ગયા છે. તેનું કારણ એ છે કે, ખેતરોમાંથી પાણીનો ક્યાંય નિકાલ નથી. એટલે ખેતરોમાં વરસાદી પાણી ભરાય જતા કપાસના છોડ ડૂબી ગયા છે. ઘણા ખેતરો આખા ડૂબી ગયા છે. એમા વાવેલો પાક પણ દેખાતો નથી. આ રીતે પાણી ભરાય રહેશે તો કપાસના પાકનો સત્યાનાશ થઈ જશે. જો કે આ દરેક વખતે પાણી ભરાય જાય છે. એટલે ચોમાસામાં દર વખતે ખેડૂતોને નુકશાન ભોગવવાનો વખત આવે છે.