Thursday - May 07, 2026

મોરબીમાં વેકેશનનો સદઉપયોગ, બાળકો માટે 15 દિવસીય વિનામૂલ્યે સમર યોગ કેમ્પ

મોરબીમાં વેકેશનનો સદઉપયોગ, બાળકો માટે 15 દિવસીય વિનામૂલ્યે સમર યોગ કેમ્પ

બાળકોમાં શારીરિક, માનસિક તંદુરસ્તી, એકાગ્રતા અને ભારતીય સંસ્કારોનું સિંચન કરવા પદ્ધતિસરની તાલીમ અપાશે

મોરબી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં શાળાના ઉનાળુ વેકેશનનો સદઉપયોગ કરવાની નૂતન પહેલ કરવામાં આવી છે. જેમાં મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન તા. 16-5-2026 થી 30-5-2026 દરમિયાન 7 થી 15 વર્ષની વયના બાળકો માટે 15 દિવસીય નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉનાળુ વેકેશનમાં બાળકો કોઈ મહત્વની શારીરિક કે માનસિક વિકાસ થાય તેવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાને બદલે આખો દિવસ બસ મોબાઈલમાં ગેમ્સ કે કોઈ કાર્ટૂન જોઈને અમૂલ્ય સમય વેડફી નાખે છે. હકીકતમાં વેકેશન એટલે છૂટીઓ માણવાની હોય છે. પણ એ રજાઓ રસ પ્રચુર પ્રવૃત્તિઓ કરી અને એ પ્રવૃત્તિઓ પણ આ બાળકોના તન મન માટે ફાયદાકારક બની રહે તેવો આ વેકેશનનો હેતુ હોવાથી બાળકો મોબાઈલ પડતા મૂકી ધરતી અને પ્રકૃતિના ખોળે શારીરિક માનસિક વિકાસ થાય તે માટે આ સમર યોગ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં યોગ ટ્રેનર્સ દ્વારા બાળકોને નિયમિત યોગ પ્રાણાયમથી ધ્યાન એકાગ્રતા કેળવવી તેમજ પરમ માનસિક શાંતિ અને યોગ મટાડે રોગ એમ વિવિધ પ્રકારના યોગથી શારીરિક અને માનસિક તંદુરસ્તીની પદ્ધતિસરની તાલીમ આપવાની સાથે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સકારાત્મક જીવનશૈલી અને ઉમદા સંસ્કારોનું સિંચન કરાશે. આમાં બેઠકો મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણેની જેમ રજિસ્ટ્રેશન કરવાની માહિતી માટે ગોકુળ નગર પ્રાથમિક શાળા, શકત શનાળા તથા લીલા લહેર ગાર્ડન, રાજપર ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.