Thursday - May 07, 2026

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગને મોરબીમાં પ્રચડ જન સમર્થન

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગને મોરબીમાં પ્રચડ જન સમર્થન

હજારો લોકોની સહી સાથે વડાપ્રધાનને સંબોધીને ડેપ્યુટી કલેક્ટરને અવેદન અપાયા

મોરબી : હિન્દૂ શાસ્ત્રોમાં 33 કરોડ દેવી દેવતાનો જેમાં વાસ દર્શાવ્યો છે એ ગૌમાતાની પ્રવર્તમાન સમયમાં ક્રૂર હત્યા તેમજ અત્યંત ખરાબ દશાને કારણે સમગ્ર સમાજની લાગણી દુભાઈ હોવાથી ગૌ હત્યાના બનાવો અટકાવવા અને ગૌરક્ષણ કરવા કડક કાયદાઓને અમલમાં મૂકવા ધર્મગુરુઓ અને સંતો તેમજ હિન્દૂ સંગઠનો અને આગેવાનોએ સમગ્ર ભારતમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાનો અવાજ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા રીતસરની મુહિમ છેડી છે. જેમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાને દરજ્જો આપવાની બુલંદ માંગને સમગ્ર મોરબી જિલ્લામાં પ્રચંડ જનસમર્થન મળ્યું છે. તાજેતરમાં આ મુહિમને અસરકારક બનાવવા મોરબીમાં હરિદ્વારની સંતોની હાજરીમાં આગેવાનોની બેઠક મળી હતી.જેમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે વધુને વધુ લોકોને સહી સમર્થન આપી અવેદન આપવા અને ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાનું સંરક્ષણ કરવા માટે સરકાર યોગ્ય કડક કાર્યવાહી કરે તે માટે તબબકાવાર અભિયાન ચલાવવાની રુપરેખા ઘડાઈ હતી. દરમિયાન આજે નક્કી થયેલા કાર્યક્રમ મુજબ મોરબી જિલ્લામાં પણ ગૌભક્તો, સંત સમાજ અને તમામ ક્ષેત્રના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની બુલંદ માંગ કરી હતી અને હજારો લોકોએ સ્વંયભુ સહી સાથે આ મામલે પ્રચંડ જનસમર્થન જાહેર કરી ગાયને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવા અને ગૌવંશની હત્યા તથા તસ્કરી રોકવા માટે કડક કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને મોરબીમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગને મોરબીમાં પ્રચડ જન સમર્થન

ગૌવંશના રક્ષણ માટે 8 મુખ્ય માંગણી

એકીકૃત કેન્દ્રીય કાયદો અને સ્વતંત્ર મંત્રાલયમાં ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ અને કડક કાર્યવાહી માટે કેન્દ્રીય ગો સેવા અને સંરક્ષણ અધિનિયમ લાગુ કરી અલગ કેન્દ્રીય મંત્રાલય બનાવવું.

સંવૈધાનિક સર્વોચ્ચતા દેશી ગૌવંશને 'રાષ્ટ્રમાતા' અથવા 'રાષ્ટ્ર આરાધ્યા' તરીકે અધિકારિક સંવૈધાનિક માન્યતા આપવી.

કઠોર દંડાત્મક જોગવાઈમાં ગો તસ્કરી અને ગો વધને બિનજામીનપાત્ર અને સંજ્ઞેય ગુનો ગણી આજીવન કેદ અને દોષિતોની સંપત્તિ જપ્ત કરવા કડક કાયદો બનાવવો.

આર્થિક આત્મનિર્ભરતામાં ખેતીમાં જૈવિક ખાતર અને ઔષધિ તરીકે પંચગવ્યનો ઉપયોગ વધારવો, મિડ-ડે મીલ અને મંદિરોના પ્રસાદમાં માત્ર દેશી ગાયના ઘી-દૂધનો ઉપયોગ ફરજિયાત કરવો.

સ્થાનિક કક્ષાએ ગૌસંવર્ધન દરેક ગ્રામ પંચાયતમાં 'નંદીશાળા' અને જિલ્લા સ્તરે ઓછામાં ઓછું 1 'આદર્શ ગો અભયારણ્ય' બનાવવું.

હાઇવે સુરક્ષા અને ચિકિત્સા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દર 50 થી 100 કિમી પર ગો-વાહિની એમ્બ્યુલન્સ અને 150 થી 200 કિમીના અંતરે આધુનિક ટ્રોમા સેન્ટર ઉભા કરવા.

શિક્ષણ અને સામાજિક સુધારમાં શાળાના અભ્યાસક્રમમાં 'ગો-વિજ્ઞાન' વિષયને ફરજિયાત સામેલ કરવો.

ચારા અને ગૌચર સંરક્ષણ નીતિમાં'ચારા સુરક્ષા કાનૂન' બનાવી ઔદ્યોગિક ઉપયોગ પર રોક લગાવવી અને તમામ ગૌચર જમીનોને અતિક્રમણ મુક્ત કરવી.