Friday - May 08, 2026

ટંકારાના ઓટાળા ગામનો ભાજપનો કાર્યકર યુવતીને ભગાડી ગયાની ધારાસભ્યને રજૂઆત

ટંકારાના ઓટાળા ગામનો ભાજપનો કાર્યકર યુવતીને ભગાડી ગયાની ધારાસભ્યને રજૂઆત

ટંકારાના ઓટાળા ગામનો ભાજપનો કાર્યકર ગમની યુવતીને ભગાડી જતા ગામલોકો લાલઘૂમ થઈ ગયા છે અને ગ્રામજનોએ સાથે મળીને ધારાસભ્ય દુલર્ભજી દેથરીયાને રજુઆત કરી ગામની દીકરીને પરત લાવી ભાજપના કાર્યકર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ટંકારાના ઓટાળા ગામનો ભાજપનો કાર્યકર ગામના એક મધ્યમ વર્ગની દીકરીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો છે. આથી ગ્રામજનો આકાર પાણીએ થઈને ટંકારાના  ધારાસભ્ય દુલર્ભજી દેથરીયાની ઓફિસમાં મોરચો માંડ્યો હતો. ગામના આગેવાનોએ ઉગ્ર રજુઆત કરી હતી કે,આ ભાજપના કાર્યકરે અગાઉ પણ આવા લખાણ ઝલકાવ્યા હતા અને હાલમાં ગામની નિર્દોષ યુવતીને પોતાની મોહજાળમાં ફસાવી છે. ગામના લોકો પણ ભાજપ સાથે જોડાયેલા હોય અને ભાજપનો જ કાર્યકર આવું ખોટું કાર્ય કરે તે કોઈ કાળે ચલાવી લેવાય નહિ તેથી આવા આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામની દીકરીને પરત લાવવામાં દુલાબાપા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

ટંકારાના ઓટાળા ગામનો ભાજપનો કાર્યકર યુવતીને ભગાડી ગયાની ધારાસભ્યને રજૂઆત