Monday - Sep 14, 2026

મોરબી જિલ્લામાં દાયકાની સરેરાશ કરતાં ચાલુ વર્ષે વરસાદ 37 ટકા ઓછો

મોરબી જિલ્લામાં દાયકાની સરેરાશ કરતાં ચાલુ વર્ષે વરસાદ 37 ટકા ઓછો

છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 757.7 મીમી વરસાદ સામે સપ્ટેમ્બર સુધીમાં 477.4 મીમી જ નોંધાયો : 2024ના ભારે વરસાદની સરખામણીએ 55.5 ટકા ઘટ, 2018ના ઓછા વરસાદ કરતાં 61 ટકા વધુ

(RB ન્યુઝ એનાલિસિસ - રવિ બરાસરા) .: મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધી પડેલા વરસાદને છેલ્લા દાયકાના આંકડા સાથે સરખાવવામાં આવે તો વરસાદનું ચિત્ર સ્પષ્ટ થાય છે. છેલ્લા 10 વર્ષના કુલ વરસાદના આંકડાની સરેરાશ કાઢવામાં આવે તો મોરબી જિલ્લામાં દાયકાનો સરેરાશ વરસાદ આશરે 757.7 મીમી થાય છે. તેની સામે ચાલુ વર્ષમાં સપ્ટેમ્બર 2026 સુધીમાં જિલ્લામાં 477.4 મીમી વરસાદ નોંધાયો છે. એટલે દાયકાની સરેરાશની તુલનાએ ચાલુ વર્ષનો વરસાદ હાલમાં આશરે 37 ટકા ઓછો પડ્યો છે.

દાયકાના આંકડાઓમાં સૌથી વધુ વરસાદવાળા વર્ષ 2024 સાથે સરખામણી કરવામાં આવે તો તે વર્ષે મોરબી જિલ્લામાં આશરે 1,074 મીમી વરસાદ નોંધાયો હતો. તેની સામે ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પડેલો 477.4 મીમી વરસાદ આશરે 55.5 ટકા ઓછો છે. એટલે બે વર્ષના વરસાદ વચ્ચેનો તફાવત નોંધપાત્ર છે.

બીજી તરફ, છેલ્લા દાયકામાં સૌથી ઓછા વરસાદવાળા વર્ષ 2018ની સ્થિતિ સાથે સરખામણી કરીએ તો તે વર્ષે મોરબી જિલ્લામાં માત્ર 296 મીમી વરસાદ નોંધાયો હતો. તેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 477.4 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, એટલે 2018ની તુલનાએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આશરે 61 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત મોરબી જિલ્લાના સત્તાવાર રેકોર્ડમાં નોંધાયેલા 601 મીમીના વાર્ષિક નોર્મલ વરસાદ સામે પણ ચાલુ વર્ષની અત્યાર સુધીની સ્થિતિ મહત્વની છે. 477.4 મીમી વરસાદ એટલે સત્તાવાર વાર્ષિક સરેરાશના 79.4 ટકા વરસાદની પૂર્તિ થઈ ચૂકી છે. તેમ છતાં 601 મીમીના નોર્મલ આંકડા સામે હજુ 20.6 ટકા વરસાદની ઘટ રહે છે.

આમ, મોરબી જિલ્લાના વરસાદની સ્થિતિને ત્રણ અલગ માપદંડથી જોવામાં આવે તો ચિત્ર વધુ સ્પષ્ટ બને છે. છેલ્લા 10 વર્ષની 757.7 મીમીની દાયકાની સરેરાશ સામે ચાલુ વર્ષે 477.4 મીમી એટલે 37 ટકા ઘટ, 2024ના 1,074 મીમીના ભારે વરસાદની સરખામણીએ 55.5 ટકા ઘટાડો, જ્યારે 2018ના માત્ર 296 મીમી વરસાદ કરતાં ચાલુ વર્ષે 61 ટકા વધુ વરસાદ નોંધાયો છે. બીજી તરફ, જિલ્લાના 601 મીમીના સત્તાવાર વાર્ષિક નોર્મલ સામે 79.4 ટકા વરસાદ થઈ ચૂક્યો છે અને 20.6 ટકા ઘટ હજુ બાકી છે.

સપ્ટેમ્બરનો બાકી સમય અને ત્યારબાદ ચોમાસાની અંતિમ સ્થિતિમાં જો વધુ વરસાદ નોંધાય તો આ ટકાવારીમાં ફેરફાર થવાની શક્યતા છે. તેથી હાલના આંકડા મુજબ મોરબી જિલ્લામાં વરસાદ દાયકાની સરેરાશ કરતાં ઓછો છે, પરંતુ છેલ્લા દાયકાના સૌથી ઓછા વરસાદવાળા વર્ષ 2018 કરતાં સ્થિતિ નોંધપાત્ર રીતે સારી છે.


બે દિવસમાં જ મેઘરાજાએ મોરબી જિલ્લાને મજબૂત સ્થિતિમાં મુક્યો

છેલ્લા દસમા ચાલુ વર્ષે વરસાદની વિચિત્ર અને વિષમ સ્થિતિ છે. એક તો નિર્ધારિત સમય કરતાં ચોમાસુ ઘણું મોડું શરૂ થયું અને મોડું ચોમાસુ શરૂ થયા બાદ પણ મેઘરાજાએ પ્રથમ 24 જુલાઈએ અને 1 સપ્ટેમ્બરે એમ માત્ર બે દિવસથી મન મુકીને વરસીને હેલી કરી દેતા એક દ્રષ્ટિએ વરસાદમાં મોરબી જિલ્લો મજબૂત સ્થિતિમાં છે. જેમાં જિલ્લાના 601 મીમીના સત્તાવાર વાર્ષિક નોર્મલ સામે 79.4 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. આથી 20.6 ટકા ઘટ હજુ બાકી કહી શકાય.

હજુ બે માસ બાકી હોય વરસાદના આંકડામાં ઘણો ફેરફાર થવાની સંભાવના

મોરબી જિલ્લામાં છેલ્લા 10 વર્ષની 757.7 મીમીની દાયકાની સરેરાશ સામે ચાલુ વર્ષે 477.4 મીમી એટલે 37 ટકા ઘટ ગણાય, 2024ના 1,074 મીમીના ભારે વરસાદની સરખામણીએ 55.5 ટકા ઘટાડો, જ્યારે 2018ના માત્ર 296 મીમી વરસાદ કરતાં ચાલુ વર્ષે 61 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ બાકી ગણાય છે. છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ સુધી વરસાદ પડ્યો હતો. તેમાંય છેલ્લા બે વર્ષ 2024 અને 2025માં સપ્ટેમ્બર માસ સુધી સરેરાશ 45થી 50 ટકા જ વરસાદ પડ્યા બાદ ભાદરવાના અંતિમ સપ્તાહમાં અષાઢ જેવો અનરાધાર વરસાદ વરસતા ખાલીખમ મચ્છુ 2 ડેમ ભરાય ગયો હતો. આ સ્થિતિએ હજુ વરસાદ પડે તેવા સંજોગો ઉજળા હોવાથી ચાલુ વર્ષ કદાચ સૌથી વધુ વરસાદ પડે એવી ધારણા છે.

વર્ષ     વરસાદ (મીમી)    603 મીમી સરેરાશ સામે સ્થિતિ

2016     458     અલ્પ વરસાદ (ઓછો)

2017     771     સામાન્યથી વધુ

2018     276     ભારે ખેંચ / દુષ્કાળ જેવી સ્થિતિ

2019    1, 175    અતિવૃષ્ટિ (સૌથી વધુ)

2020    1,125    અતિવૃષ્ટિ

2021     681    સામાન્ય વરસાદ

2022     796     સામાન્યથી વધુ

2023     789     સામાન્યથી વધુ

2024     1,087    ભારે વરસાદ / અતિવૃષ્ટિ

2025     752     સામાન્યથી વધુ

દાયકાનો વાસ્તવિક સરેરાશ વરસાદ (2016–2025): 791 મીમી

સૌથી વધુ વરસાદ: 2019માં 1,175 મીમી
સૌથી ઓછો વરસાદ: 2018માં 276 મીમી
સૌથી વધુ અને ઓછા વર્ષ વચ્ચેનો તફાવત: 899 મીમી
સત્તાવાર વાર્ષિક સરેરાશ: આશરે 603 મીમી
2026માં સપ્ટેમ્બર સુધી: 477.4 મીમી

10 વર્ષમાં ક્યારેક વરસાદની ખેંચ તો ક્યારેક અતિવૃષ્ટિ

મોરબી જિલ્લામાં વર્ષ 2016થી 2025 સુધીના સતત 10 વર્ષના વાસ્તવિક વરસાદના આંકડાની દ્રષ્ટિએ આ દાયકામાં વરસાદનું ચિત્ર સરેરાશ કરતાં ઘણું અલગ જોવા મળે છે. 10 વર્ષના આંકડાની ગણતરી કરતાં દાયકાનો વાસ્તવિક સરેરાશ વરસાદ આશરે 791 મીમી થાય છે. વર્ષવાર સ્થિતિ પર નજર કરીએ તો 10 વર્ષમાં ક્યારેક વરસાદની ભારે ખેંચ તો ક્યારેક અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વર્ષ 2017 થી 2025 સુધીના 10 વર્ષના આંકડા પ્રમાણે મોરબી જિલ્લામાં સૌથી ઓછો વરસાદ 2018માં 276 મીમી અને સૌથી વધુ વરસાદ 2019માં 1,175 મીમી નોંધાયો હતો. એટલે દાયકાના વાસ્તવિક આંકડા દર્શાવે છે કે મોરબી જિલ્લામાં વરસાદ વર્ષોવર્ષ એકસરખો રહ્યો નથી, પરંતુ ક્યારેક ભારે ખેંચ તો ક્યારેક અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે મોટો ઉતાર-ચઢાવ રહ્યો છે.