વાંકાનેર તાલુકાના ઓડ ગામે મુખ્ય સુવિધાઓનું મોટું દુઃખ છે. જેમાં પાણી, સિંચાઈ સહિતની સુવિધાના અભાવે આ ગામ આજે પણ અંતરિયાળ હોવાનું અનુભૂતિ કરાવે છે.પીવાના પાણીની મોટી કમી છે. 3500ની અતિશય વસ્તી ધરાવતા ગામમાં પાણી પૂરતું આવતું નથી અને ગામના ટાંકામાં પાણી ચડતું નથી. પુરા ફોસેથી પાણી ન આવતું હોય એટલે ટાંકામાં પાણી ચડતું ન હોવાથી 3500 લોકોને આજે પણ પાણી પૂરું પડતું ન હોવાથી ગામલોકો પાણી વગર ટળવળી રહ્યા છે.
વાંકાનેર તાલુકાના ઓડ ગામના સરપંચ રંજનબેન વીજવાડિયાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ આશરે 400 વર્ષ જૂનું ગામ હોય 3500ની વસ્તી આજે પણ ખેતી ઉપર નભતી હોય પણ ખેડૂતોની કપરી દશા એવી છે કે, તેઓ ખેતી માટે વર્ષોથી કપરો સંઘર્ષ કરતા હોય પણ ખાટલે મોટી સિંચાઈની ખોટ હોવાથી બધા ખેડૂતો વરસાદ આધારિત છે. યોગ્ય પ્રમાણમાં વરસાદ આવે તો ખેતી સોળ આની સારી રહે પણ વરસાદ ન પડે એટલે કે અપૂરતો વરસાદ પડે તો ખેતી કોઈ ઉપજ ન આવતા આખું વર્ષ ખોટમાં જાય છે. ગામમાં આરોગ્ય કેન્દ્ર પણ નથી. એ મોટી ખોટ છે. જો કે ગામનું વાતાવરણ એકદમ શુદ્ધ હોય કોઈ ગંભીર બીમારી બહુ જ ઓછી થતી હોય પણ એનો મતલબ એવો નથી કે, લોકોનું આરોગ્ય બગડે ત્યાં સુધી આ સુવિધાથી વંચિત રાખવા. આ ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગામલોકો બીમાર પડે ત્યારે 22 કિમિ દૂર વાંકાનેર જવું પડે છે.
ગામની અંદરના એકેય રસ્તા સારા નથી
સરપંચે જણાવ્યું હતું કે, ગામની અંદરના એકપણ રસ્તા સારા નથી. ગામમાં ફક્ત ધો.8 સુધીની સ્કૂલ હોય શિક્ષણ સારું છે. પણ ગામમાં બધા રસ્તા ખખડધજ હોવાથી ચોમાસામાં ભારે હાલાકી થાય છે. જો કે બધા જ ગામોના રસ્તા સારા છે. ત્યારે સરકારે ગ્રાન્ટ ન ફાળવીને રોડ રસ્તા પ્રત્યે અન્યાય કરતા ગામની અંદર અને બહાર એટલે બીજા ગામને જોડતા રસ્તાઓની પણ કપરી દશા હોય એ બાબતે સરકાર યોગ્ય પગલાં ભરી ગામનો વિકાસ કરે તેવી માંગ કરી છે.