Sunday - Jun 28, 2026

માળીયાના નવાગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ

માળીયાના નવાગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઇડ

મોટર સાયકલમાં દારૂ લઈને નીકળેલો એક શખ્સ ઝડપાયો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના નવાગામ ખાતે સ્થાનિક પોલીસે બે અલગ અલગ દરોડા પાડયા હતા જેમાં નદી કાંઠે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી લઈ બીજા દરોડામાં એક આરોપીને મોટર સાયકલમાં દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લીધો હતો.

માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે નવાગામ નદીકાંઠે દરોડો પાડી મૂળ વવાણીયા અને હાલ મોરબી રણછોડનગરમાં રહેતા આરોપી અફઝલ મુબારકભાઈ પઠાણ ઉ.19ને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ 100 લીટર ગરમ આથો, 100 લીટર ઠંડો આથો, 100 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત 21,150ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં પોલીસે નવાગામની બજારમાં દરોડો પાડી માઈસ્ટ્રો મોટર સાયકલમાં 18 લીટર દેશી દારૂ લઈને નીકળેલા આરોપી જાવેદ કરીમભાઈ જામ રહે.નવાગામ ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.