મોરબી : મોરબીમાં પ્રેસ મીડિયા એસોસિએશન દ્વારા તારીખ 9 નવેમ્બર ને રવિવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા જલારામ મંદિર ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 700થી વધુ લોકોએ ચેકઅપ કરાવીને ફ્રી દવાનો લાભ મેળવ્યો હતો. પ્રેસ મીડિયા એસોસિએશન- મોરબી આયોજિત કેમ્પમાં સેવા આપતા સર્વે ડોકટર અને તેમની ટીમ, જલારામ મંદિર ટ્રસ્ટી, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ, સિરામિક પ્રમુખો, મોરબી dysp ઝાલા, મુસ્કાન વેલ્ફેર ફાઉન્ડેશન સહિત જોડાયેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સવારથી જ પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબીનાં સભ્યો જલારામ મંદિરે મેડિકલ કેમ્પમાં પહોંચી ગયા હતા અને યથા શક્તિ કામગીરી શરૂ કરી દીધી હતી. તેમજ 9 કલાકે સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા મુકેશભાઈ કુંડારીયા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જયરાજભાઈ પટેલ સહિતનાં આગેવાનોએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરીને આ ફ્રી મેડિકલ કેમ્પનો પ્રારંભ કર્યો હતો. જેમાં રજીસ્ટ્રેશન કરાવીને જે દર્દ હોય તે દર્દી માટે ડોક્ટરોની પેનલ હતી તેમની પાસે મોકલી દેવામાં આવતા હતા અને તેમનું નિદાન કરીને જરૂરી દવાની ભલામણ કરતા ફ્રી દવાઓ પણ મેળવી હતી. આ સમયે શહેર તથા ગામના અનેક સામાજિક કાર્યકરો, મોરબીનાં ડીવાયએસપી ઝાલા, જલારામ મંદિરનાં ટ્રસ્ટીઓ, સહિત અનેક આગેવાનોએ આ મેડિકલ કેમ્પની મુલાકાત લઈ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબી જિલ્લામાં પત્રકાર ક્ષેત્રે કામ કરતાં 18 થી 20 પત્રકારોનું યુનિટ બનીને પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીની રચના થઈ છે અને એસોસિએશનમાં કોઈ હોદ્દેદારો નથી બધા સભ્યો અને બધા પ્રમુખો જેવી રચના કરવામાં આવી છે.
આ રચના થયા પછી પહેલું કામ આ મેડિકલ કેમ્પનું કરવામાં આવ્યું છે. જેની સમગ્ર શહેરમાંથી લોકો દ્વારા શુભેચ્છાઓની વર્ષા થઈ છે. આ મેડિકલ કેમ્પમાં સેવા આપવા આવેલા દરેક ડોક્ટરો એ નિ:શુલ્ક સેવા આપી છે તે પણ એક સારી બાબત છે. સવારનાં 9 થી બપોરે 1 કલાક સુધી આ મેડિકલ કેમ્પ ચાલ્યો હતો અને જેમાં 700થી વધુ દર્દીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આટલી માતબર દર્દીઓની સંખ્યા મેડિકલ કેમ્પનો લાભ લેતા પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબીનાં દરેક સભ્યોમાં એક અલગ પ્રકારની ઊર્જા ઉત્પન્ન થઈ છે અને હવે પછી પણ આવું જ કોઈ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવાનું થાય છે તેવો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો.