Sunday - Jun 28, 2026

મોરબીમાં કાલે બપોર સુધીમાં જમીન ખાલી કરી નાંખજે નહિતર જાનથી મારી નાખીશ તેવી વૃદ્ધને ધમકી

મોરબીમાં કાલે બપોર સુધીમાં જમીન ખાલી કરી નાંખજે નહિતર જાનથી મારી નાખીશ તેવી વૃદ્ધને ધમકી

હળવદ તાલુકાના દેવીપુર ગામે આવેલ જમીન બાબતે મોરબીના શખ્સે રૂબરૂ અને ટેલિફોનિક ધમકી આપતા ફરિયાદ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા મૂળ હળવદ તાલુકાના દેવીપુર ગામના વયોવૃદ્ધની જમીન પચાવી પાડવા મોરબીના શખ્સે રૂબરૂ અને ટેલિફોનિક ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા ફરિયાદી ઈશ્વરભાઈ દુદાભાઈ કુંડારિયા ઉ.72 નામના ખેડૂતે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓની વડીલો પાર્જીત દસ વિઘા જમીન હળવદ તાલુકાના દેવીપુર ગામે આવેલ હોય મોરબીના આરોપી ભોલું જારીયા નામના શખ્સે આ જમીન પોતે ખરીદી લીધી હોય જમીન ખાલી કરવા ફોન કરી ધમકી આપી હતી.બાદમાં પ્રભુકૃપા ટાઉનશીપમાં ઘેર આવી ભોલુ જારીયાએ કહ્યું હતું કે, કાલે બપોર સુધીમાં જમીન ખાલી કરી નાંખજે નહિતર જાનથી મારી નાખીશ. આમ વડીલો પાર્જીત જમીન વેચાણ ન કરી હોવા છતાં ભોલું જારીયા નામના શખ્સે વયોવૃદ્ધને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.