Sunday - Jun 28, 2026

મોરબીના શનાળામા બાથરૂમમાં પડી જવાથી યુવાનનું મોત

મોરબીના શનાળામા બાથરૂમમાં પડી જવાથી યુવાનનું મોત

મોરબી : મોરબીના શનાળા ગામે લીમડા વાળા મેલડી માતાજીના મંદિર પાસે દેવશ્રી પેલેસની બાજુમાં રહેતા કમલભાઈ મહેશભાઈ સંપટ ઉ.46 નામના યુવાન ગત તા.8ના રોજ સાંજના સમયે પોતાના ઘેર બાથરૂમમાં પડી ગયા બાદ રાત્રીના સમયે તબિયત લથડયા બાદ બેભાન અવસ્થામાં સારવારમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.