મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામે બંધ પડેલા રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો ગત તા.17ના રોજ રાત્રીના સમયે મકાનના નકુચા તોડી રૂ.7.36 લાખથી વધુ કિંમતના સોના, ચાંદીના દાગીના, ઘડિયાળ અને રોકડ સહિતની માલમતા ચોરી કરી જતા મકાન માલિકે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અને લુહારીકામ કરતા કમલેશભાઈ મેરામણભાઈ બોરાણા ઉ.50એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.17ના રોજ રાત્રીના સમયે તસ્કરોએ તેમના બંધ પડેલા મકાનના નકુચા અને તાળા તોડી ઘરમાં પ્રવેશી લોખંડની તેજુરીમાંથી સોના અને ચાંદીના દાગીના, એક કિંમતી ઘડિયાળ તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 7,36,900ના મુદામાલની ચોરી કરી ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.