Sunday - Jul 19, 2026

મોરબીના ઘુંટુમાં દોસ્તને ડેલો બતાવવા મામલે અન્ય બે મિત્રોને લાકડાના ધોકાથી બેફામ ફટકાર્યા

મોરબીના ઘુંટુમાં દોસ્તને ડેલો બતાવવા મામલે અન્ય બે મિત્રોને લાકડાના ધોકાથી બેફામ ફટકાર્યા

પોતાના મિત્રને ડેલાનું સરનામું બતાવવા જતા ડેલાના માલિકને સારું ન લાગતા હુમલો કર્યાની ફરિયાદ

મોરબી : મોરબીના ઘુંટુ આઈટીઆઈ પાછળ બે મિત્રો પોતાના મિત્રને ડેલાનું સરનામું બતાવવા જતા ડેલાના માલિકને સારું નહીં લાગતા બન્ને યુવાન પર ડેલા માલિક સહિતના ત્રણ લોકોએ લાકડાના ધોકા વડે બેફામ માર મારતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના પીપળી ગામની શાંતિનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ બાબુભાઇ રાઠોડ ઉ.વ.35 નામના યુવકે આરોપી મુકેશ દેગામાં, અમિત મુકેશભાઈ દેગામાં અને આરોપી મુકેશને ત્યાં કામ કરતા અજાણ્યા માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સાંજના સમયે ફરિયાદી સુરેશભાઈ તેમના મિત્ર મેહુલભાઈ સાથે હતા ત્યારે તેમના મિત્ર રવિભાઈ પટેલે આરોપી મુકેશ દેગામાંનો ડેલો બતાવવાનું કહેતા તેમને ઘુંટુ આઈટીઆઈ પાછળ આવેલ મુકેશભાઈનો ડેલો બતાવ્યો હતો.જે બાબત આરોપીઓને ન ગમતા બેફામ ગાળાગાળી કરી બન્ને મિત્રોને લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ કરી લોખંડના પાઇપ પણ ફટકાર્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.