મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલ રામનગરી સોસાયટીમાં ચારેક દિવસ પૂર્વે મધ્યરાત્રીએ ત્રાટકેલા તસ્કરોએ રહેણાંકને નિશાન બનાવી મકાનની ઓસરીના દરવાજાના નકુચા તોડી રૂ.1.19 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામનગરીમાં રહેતા મૂળ નાની મોલડી ચોટીલાના વતની ડાહીબેન ખીમજીભાઈ વાળા ઉ.65 નામના વૃદ્ધાએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.18ના રોજ તસ્કરોએ તેમના રહેણાંકમાં ઓસરીના દરવાજાનો નકુચો તોડી રસોડાના સ્ટોરમાં રહેલી તિજોરીમાંથી રૂ.1,19,485ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.