Saturday - May 02, 2026

હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખવા મામલે યુવાન પર ધોકા,પાઇપ અને લોખંડની કોષ વડે તૂટી પડયા

હળવદમાં પરિણીતા સાથે મિત્રતા રાખવા મામલે યુવાન પર ધોકા,પાઇપ અને લોખંડની કોષ વડે તૂટી પડયા

પરિણીતાના પતિ સહિતના આરોપીઓએ યુવાનને બેફામ માર મારી મોબાઈલ તોડી નાખ્યો

હળવદ :  હળવદમાં રહેતા યુવાનને અન્ય પરિણીતા સાથે મિત્રતા કરી હોય જેની જાણ પરિણીતાના પતિને થતા પરિણીતાના પતિ સહિતના પાંચ આરોપીઓએ યુવક પર હુમલો કરી બેફામ માર મારી મોબાઈલ પણ તોડી નાખતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ શહેરના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ રામજીભાઈ સુરાણી ઉ.25 નામના યુવાનને આરોપી લાલજીભાઇ કરમશીભાઈ ખાંભલીયાના પત્ની સાથે મિત્રતા હોય જેની જાણ થતાં ગત તા. 19ના રોજ મહિલાના પતિ એવા આરોપી લાલજીભાઈ કરમશીભાઈ ખાંભલીયા, પિન્ટુભાઈ કરમશીભાઈ ખાંભલીયા, રાજેશભાઈ કરમશીભાઈ ખાંભલીયા, નરોતમભાઈ જગાભાઈ રાવળદેવ અને લાલજીભાઈ કરમશીભાઈ ખાંભલીયાના કાકા રહે.બધા હળવદ ભવાની નગર ઢોરા વાળાઓએ ફરિયાદી અશ્વિનભાઈ પર ધોકા,પાઇપ અને લોખંડની કોષ વડે હુમલો કરી બન્ને પગમાં ફ્રેક્ચર કરી નાખી મોબાઈલના રેકોર્ડિંગ છે કહી મોબાઈલ પણ તોડી નાખતા પાંચેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.