634 બાકીદારોને મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાએ વોરંટ ઇસ્યુ કર્યા
મોરબી : મોરબી મનપાએ કરવેરા ન ભરનાર આસામીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. જેમાં મનપાની ટીમેં 88 બાકીદારોની મિલકત સીલ કરી હતી અને રહેણાંક મિલકતમાં વેરો ભરપાઈ ન કરનાર 2 આસામીઓના નળ કનેક્શન કટ કર્યા છે. જ્યારે મનપાની મુખ્ય કચેરી તથા વિવિધ ક્લસ્ટર ઓફિસ ખાતે 31-03-2026 સુધીમાં ટેકસ ભરપાઈ કરવામાં નહીં આવે તો મિલકતવેરા પર 18% વ્યાજ લગાવવામાં આવશે તેવી તાકીદ કરી છે.
મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓને વર્ષ 2025-26 નું વિવિધ પ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલવાની કામગીરી મિલકતવેરા શાખાએ હાથ ધરી હતી. મિલકતવેરા શાખા દ્વારા જે મિલકત આસામીઓ દ્વારા મિલકતવેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને સીલિંગ કામગીરી અંતર્ગત ગત અત્યાર સુધીમા કુલ 634 મિલકતવેરો ન ભરનાર આસામીને નોટિસ આપી હતી, આ સીલીંગ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાં કુલ 26,54,90,700-/ (26.54કરોડ)ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી, તેમજ જુદા- જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2,53,13,352 (2.53કરોડ)ની મિલકતવેરા શાખાને આવક થઈ હતી. જેમાં 24 બાકીદારોએ મિલકતની રકમ ભરતા તેઓની મિલકતનું સીલ ખોલવામાં આવ્યું હતું. હાલ 64 મિલકતધારકોને મિલકત સીલ કરાય છે, અને જે રહેણાંક મિલકતહોયતેનો મિલકતવેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેવી 2 મિલકતનું નળકનેકશન મિલકત વેરા શાખાએ કાપ્યું હતું. અને આગામી સમયમાં જે રહેણાંક મિલકતના 10000 ઉપર મિલકતવેરો બાકી તેવી દરેક મિલકતને વોરંટ રૂબરૂ તેમજ મોબાઈલ દ્રારા આપતા મિલકતધારક દ્રારા ટેકસ ભરપાઈ કરવામાં નહિ આવે તેવી રહેણાંક મિલકતના નળ અને ડ્રેનેજ કનેકશન કાપ્યામાં આવશે.
આગામી સમયમાં મિલકતવેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે, ટેકસ શાખાની વોરંટ બજવણી અને સીલીંગ પ્રોસેસ તા. 31-03-2026 સુધી યથાવત રહેશે. જેની સર્વે બાકીદારોએ નોંધ લેવી.
મોરબી મહાનગરપાલિકાના બાકીદારો માટે મિલકતવેરો ભરપાઈ કરવા માટે હાલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદાર દ્રારા ઓનલાઈન વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનથી ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્રારાકુલ 11 કલસ્ટર ઓફીસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે.