Thursday - Jul 02, 2026

હળવદના કડીયાણા ગામે બાઈક સ્લીપ થઈ જવાથી પ્રોઢનું મોત

હળવદના કડીયાણા ગામે બાઈક સ્લીપ થઈ જવાથી પ્રોઢનું મોત

હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે આવેલ દૂધની ડેરી પાસે જીજે - 36 - એએમ - 8280 નંબરનું મોટર સાયકલ લઈને જઈ રહેલા વિપુલભાઈ હરજીભાઈ વઢરકીયા ઉ.50 નામના આધેડનું બાઈક ગત તા.12ના રોજ ગોળાઈમાં સ્લીપ થઈ જતા માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.