Wednesday - Aug 19, 2026

મોરબી - રાજકોટ બાયપાસ પર કારે બાઇકને ઠોકરે ચડાવતા બે ઘાયલ

મોરબી - રાજકોટ બાયપાસ પર કારે બાઇકને ઠોકરે ચડાવતા બે ઘાયલ

મોરબી : રાજકોટ - મોરબી હાઇવે પર હોટલ રિવર નજીક ગત તા.10ના રોજ અજાણ્યા કાર ચાલકે જીજે - 36 - એએમ - 4193 નંબરનું બાઈક લઈને જઈ રહેલા લક્ષ્મીનગર ગામના વતની મૌલિક કાંતિલાલ વિરપરિયા અને કુલદીપ પ્રવીણભાઈ વિરપરિયાને પાછળથી હડફેટે લઈ અકસ્માત સર્જતાં બન્ને યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી.અકસ્માત બાદ કાર ચાલક બનાવ સ્થળેથી નાસી જતા અકસ્માતની ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે મૌલિક વિરપરિયાની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.