મોરબી : હળવદ પોલીસ સ્ટેશનના દુષ્કર્મ અને પોક્સો હેઠળના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતો અને નામદાર હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઈ ગયેલ પાકા કામના કેદીને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યો છે.
હળવદ ભવાની નગર, લાંબી ડેરી ઠોરો વિસ્તારમાં રહેતા આરોપી જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસલમ સલીમભાઈ નારેજા (ઉં.વ. 31) સામે હળવદ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376 તથા પોક્સો કલમ 6, 4 મુજબ ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હામાં મોરબી સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારેલ હોય, જેથી તે રાજકોટ જીલ્લા જેલ ખાતે સજા ભોગવી રહ્યો હતો.
આ દરમિયાન આરોપીએ નામદાર હાઈકોર્ટમાંથી 9 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા અને તા. 19/06/2026 ના રોજ જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ આરોપી જેલમાં હાજર ન થઈ પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. દરમિયાન મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને મળેલી બાતમીના આધારે આરોપીને મોરબીના કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ ખાતેથી ઝડપી પાડી રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવાની કામગીરી હાથ ધરાઈ છે.