Wednesday - Jul 22, 2026

હળવદના ટીકરમાં પતિના ઘરકામ બાબતના વેણ ઝેર જેવા લાગતા પત્નીનું વિષપાન

હળવદના ટીકરમાં પતિના ઘરકામ બાબતના વેણ ઝેર જેવા લાગતા પત્નીનું વિષપાન

હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે જીવણભાઈ નગરભાઈ દલવાડીની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ નર્મદા જિલ્લાના વતની સોનલબેન કમલેશભાઈ વસાવા ઉ.વ.41 નામના પરિણીતાને તેમના પતિ કમલેશભાઈએ ઘરકામ બાબતે ઠપકો આપતા સોનલબેનને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.