Tuesday - Nov 24, 2026

૨૬ નવેમ્બરના સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીને લઈને મોરબી જિલ્લા ભાજપની તૈયારીઓ

૨૬ નવેમ્બરના સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીને લઈને મોરબી જિલ્લા ભાજપની તૈયારીઓ

સંવિધાન પ્રત્યે આદર, લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રનું આત્મસન્માન એ જ સંવિધાન ગૌરવ દિવસનો મૂળ ભાવ : મનજીભાઈ આહીર

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે આગામી ૨૬ નવેમ્બરના રોજ ઉજવવામાં આવનાર સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા મનજીભાઈ આહીર, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીની ઉપસ્થિતિમાં સંવિધાનના મહત્ત્વ અને તેના મૂલ્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મનજીભાઈ આહીરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંવિધાનને માત્ર એક દસ્તાવેજ નહીં, પરંતુ દેશના દરેક નાગરિકના ગૌરવ, ગરિમા અને અધિકારોના જીવંત આધારસ્તંભ તરીકે સ્થાપિત કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય થયું છે. સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીથી લઈને સંવિધાન સદન સુધીની પહેલ લોકશાહી મૂલ્યો, બંધારણીય આદર્શો અને રાષ્ટ્રની લોકતાંત્રિક પરંપરાઓ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના બંધારણીય આદર્શો તેમજ સમાનતા, ન્યાય અને બંધુત્વના મૂલ્યોને આત્મસાત કરીને વિકસિત, સશક્ત અને સમાવેશી ભારતના નિર્માણ માટે સૌએ સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતાના પ્રતિનિધિ પુષ્પરાજસિંહ જાડેજા, મીડિયા સંયોજક ભાવેશભાઈ કાનાણી સહિત મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.