મોરબી : ગુજરાત રાજ્યની સાથે મોરબી જિલ્લામાં તા.27મીએથી ધો.10,12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. તેથી મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી પરિક્ષાર્થીઓને આવકારશે.આ સાથે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી અને આનુસંગિક તૈયારીઓ અને ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે.
ધો.10 એસએસસી બોર્ડના 10ના કુલ 13829 વિદ્યાર્થીઓ અને ધો.12, એચ એસ.સી.માં સામાન્ય પ્રવાહના 4 કેન્દ્રોના 27 બિલ્ડીંગમાં 7236 વિદ્યાર્થીઓ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના 3 કેન્દ્રો 8 બિલ્ડીંગમાં કુલ 1779 વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આવવા સુજજ બન્યા છે. આ રીતે મોરબી જિલ્લાના ધો. 10, 12 બોર્ડના 17 કેન્દ્રો પર 86 બિલ્ડીંગમાં કુલ 22844 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આ બોર્ડની પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેક્ટર ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સહિતના અધિકારીઓએ પરીક્ષાઓની તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી પરીક્ષાના પ્રથમ દિવસે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ ડી.જે.પી. કન્યા વિદ્યાલય ખાતે વિધાર્થીઓનું મોઢું મીઠું કરાવી તિલક ક્રરાવી શુભેચ્છા પાઠવશે.