Sunday - May 19, 2024

મોરબી નજીક સગર્ભા મહિલાએ સિંદુર પીધું

મોરબી નજીક સગર્ભા મહિલાએ સિંદુર પીધું

મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતી પરણીતા હાલ સગર્ભા હોય પણ તેણીને કોઈ કારણોસર હાડોહાડ લાગી આવતા સિંદૂર પી લીધું હોવાથી તેણીને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ખસેડાઇ છે.

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ આરટીઓ ઓફિસની પાછળના ભાગમાં આવેલ સીરામીક કારખાનાના  લેબર કવાર્ટરમાં રહેતા અને એજ કારખાનાના મજૂરી કામ કરતા અને  હાલ પેટમાં પાંચ માસનો ગર્ભ ધરાવતા ભાથીજી બીજુભાઈ સેનાપતિ નામની સગર્ભા મહિલાએ કોઈપણ બાબતે હ્ર્દયમાં હાડોહાડ લાગી આવતા તેણીએ પોતાની શ્રમિક ઓરડીમાં જ સિંદૂર પી લીધું હતું. આ બનાવની જાણ થતાં તેમના પરિવારજનોએ સર્ગભા મહિલાને તુરંત સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે પણ તપાસ હાથ ધરી છે.