Thursday - Jun 11, 2026

વાંકાનેર નજીક અજાણ્યા વાહને પગપાળા જઈ થયેલા પ્રૌઢને હડફેટે લેતા મોત

વાંકાનેર નજીક અજાણ્યા વાહને પગપાળા જઈ થયેલા પ્રૌઢને હડફેટે લેતા મોત

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે પર જુના ભલગામ ખાતે રહેતા જગુભાઈ હમીરભાઈ બેડવા પોતાના ઘેર પગપાળા જતા હતા ત્યારે રામદેવપીરના મંદિર પાસે રસ્તો ઓળંગતા હતા ત્યારે તા.7ના રોજ અજાણ્યા વાહને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર આશિષભાઈ જગુભાઈ બેડવા રહે.ભલગામ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.