Thursday - Jun 11, 2026

મોરબીમાં અગાઉના ડખ્ખાના સમાધાનના બહાને લઈ જઈ કૌટુંબિક ભત્રીજાઓએ કાકાને લમધર્યા

મોરબીમાં અગાઉના ડખ્ખાના સમાધાનના બહાને લઈ જઈ કૌટુંબિક ભત્રીજાઓએ કાકાને લમધર્યા

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને તેમના માસીના દીકરાના પત્ની સાથે અગાઉ માથાકૂટ થઈ હોય તેમના પુત્રોએ સમાધાન કરવાનું કહી કૌટુંબિક કાકાને રીક્ષામાં ચાર ગોદામ પાસે લઈ જઈ લોખંડના પાઇપ વડે માર મારતા યુવકે કૌટુંબિક ભાભી તેમજ તેમના બન્ને પુત્રો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ પાસે રહેતા ઇમરાનભાઈ હનીફભાઈ સુમરા ઉ.વ.35ને તેમના માસીના દીકરાના પત્ની સલમાબેન સાથે અગાઉ માથાકૂટ થઈ હોય જેથી તેમના બન્ને પુત્ર એવા કૌટુંબિક ભત્રીજા આસિફ હુસેનભાઈ સુમરા, અરબાઝ હુસેનભાઈ સુમરા ઇમરાનભાઈના ઘેર આવ્યા હતા અને સમાધાન કરવાને બહાને વીસીપરા ચાર ગોદામ ખાતે રીક્ષામાં લઈ ગયા હતા.જ્યાં રીક્ષામાંથી ઉતરતા જ આરોપી આસિફ અને અરબાઝે પાઇપ વડે ઇમરાનભાઈને માર માર્યો હતો અને આરોપી સલમાબેન હુસેનભાઈ સુમરાએ ગાળો આપી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ઇમરાનભાઈની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.