મોરબી : મોરબીના ભડિયાદ કાંટા વિસ્તારમાં પોતાના પિતાને ત્યાં રહેતી પરિણીતાએ પતિ વિરુદ્ધ ભરણપોષણ મેળવવા કોર્ટમાં કેસ કરતા ઉશ્કેરાઈ ગયેલા પતિએ અન્ય વ્યક્તિ સાથે મળી પરિણીતાના ઘેર જઈ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ભડિયાદ કાંટા વિસ્તારમાં પિતાના ઘેર રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠિયા ઉ.વ.37 નામના પરિણીતાએ આરોપી એવા પતિ રાકેશ દેવજીભાઈ સાગઠિયા અને તેની સાથે આવેલા ચિરાગ અમૃતભાઇ સાગઠિયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, હાલમાં તેણી રિસમણે હોય અને તેમના પતિ રાકેશ વિરુદ્ધ ભરણપોષણ મેળવવા કેસ કર્યો છે. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ સાથે મળી તેમના પિતાના ઘેર આવી જેમફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.