મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ તથા PGVCLના શહેર-1 પેટા વિભાગ હેઠળના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે તારીખ 04/02/2026 બુધવારના રોજ વીજકાપ રહેશે.
ઔદ્યોગિક પેટા વિભાગના 66 કેવી રંગપર- 2 સબ સ્ટેશનમાં મેઇન્ટનન્સની કામગીરી પગલે સોમાની, એલિક્સ, લેમિના, વેલજોન ઇન્ડ. ફીડર સવારે 9 થી બપોરનાં 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી લાતી પ્લોટ ફીડર સવારે 9:00 વાગ્યાથી સાંજના 4:30 વાગ્યા સુધી નવા લાઈનકામની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે. તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.