મોરબી : મોરબીના આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાને નકલી ફેસબુક આઇડી બનાવી ગાળો આપનાર શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં આઇટી એકટ તેમજ એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબીના જેલરોડ પર રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર ભગવાનજીભાઈ બાબુભાઇ સાવરિયા ઉ.વ.30 નામના યુવાને આરોપી ચંદ્રકાન્ત માવજીભાઈ વિરમગામાં રહે.શિવપેલેસ એપાર્ટમેન્ટ, અવની ચોકડી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,તા.25 જાન્યુઆરી 2026થી તા.2 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન આરોપી ચંદ્રકાંતે ગોપાલ પટેલ નામની નકલી ફેસબુક આઇડી બનાવી ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની સાથે અભદ્ર ગાળો આપી કૉમેન્ટો પોસ્ટ કરી હતી.આ કેસમાં એ ડિવિઝન પોલીસે આરોપી ચંદ્રકાન્ત વિરમગામા વિરુદ્ધ એટ્રોસીટી એકટ તેમજ આઇટી એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.