મોરબી: મોરબી શહેરના ઔદ્યોગિક પેટા વિભાગ અને મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આજે તારીખ 20/6/2026 ના રોજ વીજ કંપની દ્વારા મેન્ટેનેશન ની કામગીરી હોવાથી આજે અલગ અલગ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેવું PGVCL ના નાયબ એન્જિનિયર દ્વારા સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જેમાં મોરબી શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં સવારે 9:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
અને મોરબી શહેરના વિસ્તારોમાં સવારના 7:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
જેમાં વિસ્તારોની વાત કરીએ તો જિલ્લા સેવાસદન,પાર્શ્વનાથ કોમ્પ્લેક્સ 1 થી 5,દરિયાલાલ પ્લાઝા, શક્તિ ચેમ્બર, સીરામીક સીટી, શિવાલિક ચેમ્બર, ક્રિષ્ના કલર, એસપી ઓફિસ, રચના સોસાયટી.