Saturday - Jun 20, 2026

મોરબીના યુવાને હિમાચલ પ્રદેશના 12500 ફૂટ ઊંચાઈ પર યોગાસન કરી તિરંગો લ્હેરાવ્યો

મોરબીના યુવાને હિમાચલ પ્રદેશના 12500 ફૂટ ઊંચાઈ પર યોગાસન કરી તિરંગો લ્હેરાવ્યો

મોરબી : પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં યોગાસનો કરવામાં તન મનથી એકદમ પ્રફુલ્લિત રહી શકાય હોવાનો મહિમા દર્શાવ્યો છે.  આથી હાલની થકના મના હે જેવી દોડધામભરી પણ બેઠાડુ જીવનશૈલીમાં માનવ શરીર આધિ વ્યાધિ અને ઉપાધીનું ઘર બની ગયું હોય ત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં યોગ જ બધા જ રોગોનું મરણ હોવાના ઉજળા સંજોગો હોય તેવો મેસેજ જનજન સુધી પહોંચાડવા 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દીને મોરબી જિલ્લા વહીવટી તંત્ર તાડામાર તૈયારી કરી રહ્યું છે.પરંતુ તે પહેલાં મોરબીના એક યુવાન હર્ષદભાઈ કે વામજા પ્રજાપતિએ લોકોને દરરોજ યોગા કરવા માટે પ્રોત્સાહિત કરવા બર્ફીલા અને ખુશનુમા વાતાવરણ ધરાવતા હિમાચલ પ્રદેશની યાત્રાએ ગયા હતા અને તેઓએ હિમાચલ પ્રદેશના ખંડ મહાદેવ યાત્રાના રૂટ પર સમુદ્ર લેવલથી 12500 ફૂટ ઊંચાઈએ કાલી ઘાટી પર પહોંચી આ કઠિન યાત્રા દરમિયાન  યોગાસન સહિતના યોગ કરીને આન બાન અને શાનથી  તિરંગો લહેરાવી ગૌરવપૂર્વક સલામી આપી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, નિયમિત વિવિધ યોગા અને વ્યાયામ કરતા હોવાથી તેમનું શરીર એકદમ હેલ્ધી છે.  બધા રોગોનું મૂળ કારણ માનસિક ટેન્શન છે. આથી આજની ગળાકાપ હરીફાઈ જેવી જીવનશૈલીમાં લોકો તણાવને કારણે અનેક રોગોનો ભોગ બનતા હોય ત્યારે માત્ર એક જ દિવસ પૂરતા નહિ પણ નિયમિત યોગા અને વ્યાયામ કરવાનો સંદેશ આપ્યો છે.

મોરબીના યુવાને હિમાચલ પ્રદેશના 12500 ફૂટ ઊંચાઈ પર યોગાસન કરી તિરંગો લ્હેરાવ્યો