Tuesday - Apr 28, 2026

મોરબીના પીપળી ગામના રસ્તા એકદમ ધૂળિયા, ધૂળની રજકણને કારણે પ્રદુષણ ગંભીર અગાઉ એક જ ગામ હોય પણ હવે જૂની અને નવી એમ બે પીપળી ગામ બનતા વિકાસ પણ વધ્યો

મોરબીના પીપળી ગામના રસ્તા એકદમ ધૂળિયા, ધૂળની રજકણને કારણે પ્રદુષણ ગંભીર

અગાઉ એક જ ગામ હોય પણ હવે જૂની અને નવી એમ બે પીપળી ગામ બનતા વિકાસ પણ વધ્યો

મોરબી તાલુકાનું પીપળી ગામ હવે ખૂબ જ વિકસિત થઈ ગયું છે. કારણ કે આ ગામથી થોડે દૂર 15થી પણ વધુ મોટી સોસાયટીઓ બનતા જૂનું નવું એમ બે પીપળી ગામ તરીકે ઓળખાય છે. ગામના રસ્તા એકદમ ધૂળિયા હોવાથી આખો દિવસ ધૂળની રજકણો ઊડતી રહેતા વાહન ચાલકોને સ્વાસ્થ્ય ઉપર જોખમ સર્જાયું છે.

મોરબીનું પીપલી ગામ આશરે 500થી વધુ વર્ષ પુરાણુ છે. પણ હવે આ ગામ ખૂબ જ વિકસિત થઈ ગયું હતું. વર્ષો અગાઉ એ ગામ હતું ને એ ગામ હવે જૂનું ગામ તરીકે ઓળખાય છે. જ્યારે આ ગામની પાસે 15 કરતા પણ વધુ મોટી સોસાયટીઓ બનવાથી આ સોસાયટીઓનો ભાગ નવો ડેવલપ થતા એ વિસ્તાર નવી પીપળી ગામ તરીકે ઓળખાય છે. આ બેય ગામ મળીને કુલ અંદાજીત 15 હજાર જેટલી છે.એની સામે 75 ટકા જેટલો શિક્ષત વર્ગ છે. એટલે ગામમાં કોઈ અભણ નથી. મોટાભાગના લોકો મોરબીના કોઈને કોઈ ઉધોગ ધંધા સાથે સંકળાયેલા છે. એટલે ખેતી પર ઓછા લોકો નિર્ભર છે. ગામમાં સ્કૂલ, આંગણવાડી, પાણીના ટાંકા, સ્મશાન, ધાર્મિક સ્થળો સહિતની સુવિધા છે.  ગામમાં પ્રદુષણનો સળગતો પ્રશ્ન છે. ગામના મોટાભાગના રસ્તા કાચા અને એકદમ ધૂળિયા હોવાથી દરરોજ ધૂળ ઊડતી રહે છે. જ્યારે  નવી સંપ ચાલુ કર્યો હોય નવી બનતી સોસાયટીઓમાં પાણી પ્રશ્ન સતાવે છે.