Tuesday - Apr 28, 2026

મોરબીમાં બાળકોને શિક્ષણ આપતા પહેલા માતાઓની ક્ષમતા ચકાસવાની કસોટી

મોરબીમાં બાળકોને શિક્ષણ આપતા પહેલા માતાઓની ક્ષમતા ચકાસવાની કસોટી

આપણે કહેવાય છે કે, જન્મતા વેંત જ સંતાનોનું પોતાની જીવ કરવા પણ બહેરતર રીતે જતન કરતી માતાઓ જ બાળકની પ્રથમ શિક્ષિકા હોય છે. એક માં જેટલું જ્ઞાન અને સંસ્કારો કોઈ ન આપી શકે. ત્યારે આ પ્રથમ શિક્ષિકા ગણાતી માતાઓ ખૂબ પોતે બાળકોના શિક્ષણ સંહિત સર્વાગી વિકાસ માટે માતા કેટલી સક્ષમ છે તેની ચકાસણી કરવા માટે મોરબીમાં એક અનોખી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં માતાઓ પોતાની શિક્ષણ અને સંસ્કારો માટે સક્ષમ હોવાનું પુરવાર કર્યું હતું.

મોરબીમાં બાળકોને શિક્ષણ આપતા પહેલા માતાઓની ક્ષમતા ચકાસવાની કસોટી

મોરબીના નાની વાવડી ગામે આવેલ અત્યાધુનિક નેસ્ટ કેટવેલ એજ્યુયકેશન સંસ્થા દ્વારા છેલ્લા ઘણા સમયથી માતાઓ તેમના સંતાનોને સારું શિક્ષણ, ઉમદા સંસ્કારો આપવા કેટલી કટીબદ્ધ તેનો માપદંડ નક્કી કરવાની નવતર પહેલા કરવામાં આવી છે. જેમાં નેસ્ટ કેટવેલ એજ્યુયકેશન સંસ્થા દ્વારા યોજાતી નેસ્ટ મિરેકલ મોમ કોમટીશનમાં મોરબી જિલ્લાની ઘણી માતાઓ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની ક્ષમતા દર્શાવે છે. આ સ્પર્ધામાં અલગ અલગ પાંચ રાઉન્ડમાં પતિ સાથે યોગ્ય ટીયુનિગ કરીને માતાઓ એકઝામ આપી એક શ્રેષ્ઠ માતા તરીકે બાળકનું કેવી રીતે પાલન પોષણ કરવું તે સહિતની તમામ બાબતોને આવરીને માતા પણ વધુ શિક્ષત થઈ શકે તેવા ઉમદા પ્રયાસો કરાય છે ત્યારે તાજેતરમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં કેબીસીની જેમ જ પ્રશ્નોતરી કરી પુરી ગુણવંતા ચકાસી પહેલા ટોપટેન બાદ પ્રથમ ત્રણને વિજેતા જાહેર કરી પ્રથમ વિજેતાને 1 લાખાથી વધુ, બીજી નબરને 51 હજાર અને ત્રીજા નંબરને 25 હજારનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

મોરબીમાં બાળકોને શિક્ષણ આપતા પહેલા માતાઓની ક્ષમતા ચકાસવાની કસોટી