Saturday - May 16, 2026

મોરબીના ઘુંટુ નજીક ટ્રકમાં વિદેશી દારૂના કટિંગ વખતે જ પોલીસ ત્રાટકી, બે ઝબ્બે

મોરબીના ઘુંટુ નજીક ટ્રકમાં વિદેશી દારૂના કટિંગ વખતે જ પોલીસ ત્રાટકી, બે ઝબ્બે

તાલુકા પોલીસે 10 લાખનો ટ્રક અને વિદેશી દારૂના 576 ચપલા કબ્જે કર્યા

મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવતા જ વિદેશી દારૂની હેરફેર વધી છે ત્યારે મોરબી તાલુકા પોલીસે ઘુંટુ નજીકથી બાતમીને આધારે રાજસ્થાનથી ટ્રકમાં વિદેશી દારૂના ચપલા ભરીને આવેલા ટ્રક ચલાક અને ક્લીનરને 576 નંગ ચપલા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી હતી કે,જુના ઘુંટુ રોડ ઉપર સેગો સિરામિક નજીક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો છે અને દારૂ વેચાણની તજવીજ ચાલી રહી છે જે બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા આરજે - 01 - જીઇ - 5786 નંબરના ટ્રકને ચેક કરતા આરોપી ટ્રક ચાલક રાજેન્દ્રસિંગ ઉર્ફે રાજુ ભોલસિંગ રાવત ઉ.20 અને ટ્રકના ક્લીનર આરોપી રાહુલ સૌકીનભાઈ કટત ઉ.19 રહે. બન્ને બ્યાવર રાજસ્થાન વાળાઓના કબ્જામાંથી વિદેશી દારૂના 180 મીલીના 576 ચપલા કિંમત રૂપિયા 41,472 મળી આવતા રૂ.10 લાખની કિંમતનો ટ્રક તેમજ 50 હજારની કિંમતના બે મોબાઈલ સહિત 10,91,472નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.