રવાપરના સાહેબ પેલેસ અને નાની કેનાલ રોડના ઓમ પાર્કમાં દરોડામાં રૂ.1.59 લાખ રોકડા કબજે
મોરબી : મોરબીમાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિ પર રોક લગાવવા એ ડિવિઝન પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી 9 મહિલા સહિત કુલ 19 જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં રવાપર-ઘુનડા રોડના સાહેબ પેલેસમાંથી 8 શખ્સો તથા નાની કેનાલ રોડના ઓમ પાર્કમાંથી 9 મહિલા સહિત 10 મળી કુલ 19 આરોપીઓને કુલ રૂ.1,59,800ની રોકડ સાથે ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોશ વિસ્તાર રવાપર-ઘુનડા રોડ પર આવેલા સાહેબ પેલેસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ જગ્યાએ જુગાર રમતા મનોજભાઈ માવજીભાઈ લોહ, ગિરધરભાઈ મનજીભાઈ ભેંસદડીયા, અશ્વિનભાઈ અરજણભાઈ સિણોજીયા, ચિરાગભાઈ ધીરજભાઈ સનારીયા, નયનભાઈ ભરતભાઈ પનારા, જગદીશભાઈ દામજીભાઈ મેરજા, કિશોરભાઈ રવજીભાઈ સનારીયા અને દીપકભાઈ સવજીભાઈ કાંજિયાને રૂ.1,20,400ની રોકડ સાથે ઝડપી લીધા હતા.તેમજ નાની કેનાલ રોડ પર આવેલા ઓમ પાર્કમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા લતાબેન કૈલાશભાઈ મેરજા, હેમલતાબેન ભુપેન્દ્રભાઈ સિદ્ધપુરા, અમીશાબેન અંકિતભાઈ જસાપરા, ટ્વિંકલબેન નરેશભાઈ જસાપરા, પારુલબેન રોહિતભાઈ ચાવડા, મંજુલાબેન ઇન્દુભાઈ કાવાણી, જલ્પાબેન ભાવેશભાઈ સીતાપરા, આશિષભાઈ વિનોદભાઈ વિડજા, મુક્તાબેન બાલુભાઈ સીતાપરા અને દુર્ગાબેન અનિલભાઈ સરડવાને રૂ.39,400ની રોકડ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.