મોરબી જિલ્લામાં ઉદ્યોગનગરીને કારણે વ્યાજખોરીના દુષણે પણ ભારે માથું ઊંચક્યું છે. ગયા વર્ષે સમસ્ત મોરબી જિલ્લા પોલીસ બેડાંએ વ્યાજખોરીને કડક હાથે ડામી દેવા એક ખાસ ઝુંબેશ આદરી હતી. જેમાં મોટાભાગના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી મોરબી જિલ્લામાં સમયાંતરે વ્યાજખોરો માથું ઉચકતા હોવાથી તેમને કાબુમાં કરવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીના દુષણ અટકવવા માટે જન સંપર્ક સભા યોજાઈ હતી.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકો વ્યાજખોરો પાસે જતા આટકે અને તેમની નાણાકીય જરૂરત કાયદેસર રીતે પુરી પાડી શકાય તે માટે બૅંકો મારફતે લોનની સુવિધાઓ મળી શકે તે માટે જુદી જુદી બેંકોને એક સ્થળે બોલાવી લોન મેળા યોજાયા હતા. આ બેંકો દ્વારા લોન કેવી રીતે અને કોને કોને કેવી રીતે મળી શકે હપ્તા કેટલા સહિતની રજેરજની માહિતી સાથે નિર્દશન કરવામાં આવ્યું હતું. જ્યારે ગત વર્ષે લોન મેળા, લોન કેમ્પ યોજીને પોલીસે કુલ 50 જેટલી વ્યાજખોરીની ફરિયાદ નોંધી 140થી વધુ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઘર સહિતની પ્રોપર્ટીના દસ્તાવેજો, વાહનો કબજે કર્યા હોય તો એ બધો જ મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી મેળવી લઈ ફરિયાદીઓને પરત અપાવ્યો હતો.ત્યાંરે આજે પણ ફરિયાદ કેમ્પ યોજીને લોકો પાસેથી વ્યાજખોરી સંબધિત માહિતી મેળવીબે યોગ્ય કાર્યવાહી કરાશે. 1.07 કરોડની આજે બેંકો દ્વારા લોન આપવામાં આવી છે.આ કેમ્પમાં લોકો વ્યાજખોરોથી પીડિત હોય તો એની ફરિયાદ નોંધાવવા આગળ આવવા અને પૈસાની જરૂરત હોય તો યોગ્ય પાત્રતા ધરાવીને બેંકોમાંથી લોન લેવાની જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે.