Saturday - May 16, 2026

માળીયા(મિ.)ના વિરવિદરકા નજીક બે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

માળીયા(મિ.)ના વિરવિદરકા નજીક બે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી


મોરબી : માળીયા મીંયાણા પોલીસે વિરવિદરકા ગામની સીમમાં બે સ્થળોએ ડ્રોન સર્વેલન્સ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ બન્ને ભઠ્ઠી ચલાવતા બે શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે, વિરવિદરકા ગામના રહેવાસી મકબુલભાઇ ગફુરભાઇ સામતાણી અને અલ્તાફભાઈ હસણભાઈ સંધવાણી અલગ અલગ જગ્યાએ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા એક જગ્યાએ સ્થળ પરથી રૂ. 1,01,550 નો જથ્થો તથા બીજી જગ્યાએ સ્થળ પરથી રૂ.1,57,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, રેઇડ દરમિયાન બન્ને આરોપી હાજર મળી આવ્યા ન હતા. પોલીસે પકડાયેલા મુદ્દામાલ સાથે બન્ને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.