મોરબી : થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સંગ્રહ અને વેચાણ કરવાની તૈયારીમાં છે ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે.ગઈકાલે એસએમસીએ ટંકારામાંથી ટ્રક ભરીને દારૂ ઝડપી લીધા બાદ મોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂની નાની - મોટી 93 બોટલ કબ્જે કરી હતી જેમાં બે આરોપી હાથ લાગ્યા ન હતા. કુલ મળી પોલીસે ત્રણ વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે ગોકુલનગર કાળભૈરવ મંદિર પાછળ રહેતા આરોપી સૂરજ સુખાભાઈ સોલંકીના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની 180 મીલી માપની 25 બોટલ કિંમત રૂ.4250 મળી આવી હતી.જો કે, આરોપી પોલીસને હાથ આવ્યો ન હતો. બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે નજરબાગ ગાંધી સોસાયટીમાં દરોડો પાડી આરોપી હિતેશ પ્રેમજીભાઈ બોચિયાના મકાનમાંથી વિદેશી દારૂની 20 બોટલ કિંમત રૂપિયા 6250 કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી. સાથે જ ત્રીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે ઇન્દીરાનગરમાં આરોપી મનસુખ હનાભાઈ ચાવડના રહેણાંકમાં દરોડો પાડતાં વિદેશી દારૂની 48 બોટલ કિંમત રૂપિયા 56,400 મળી આવી હતી.દરોડા સમયે આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી ત્રણેય કિસ્સામાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.