Tuesday - May 12, 2026

માળીયાના નવાગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

માળીયાના નવાગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવાગામની નદીના કાંઠે દરોડો પાડતા આરોપી ઇરફાન મહમદહનીફ ઉર્ફે બાબા જેડા ઉ.24 રહે.નવાગામ અને આરોપી સબીર મહમદહનિફ ઉર્ફે બાબા જેડા ઉ.22 નામના બન્ને ભાઈઓ દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે બનાવ સ્થળેથી 200 લીટર ગરમ આથો, 600 લીટર ઠંડો આથો, 10 લીટર દેશી દારૂ જેવું પ્રવાહી તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.22 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.