Tuesday - May 12, 2026

વાંકાનેરના રંગપરમાં પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી બનેવી પર સાળાઓ તૂટી પડ્યા

વાંકાનેરના રંગપરમાં પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી બનેવી પર સાળાઓ તૂટી પડ્યા

સાત વર્ષ પૂર્વે કરેલા પ્રેમલગ્નની હવે છેક દાઝ ઉતારી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે સાત વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવક સમૂહલગ્ન પ્રસંગના હાજરી આપવા આવતા અહીં મળી ગયેલા ચાર સાળા તેમજ અન્ય એક આરોપી સહિત પાંચ શખ્સોએ બનેવીને ધોકાવાળી કરી ઢીબી નાખતા બનેવીએ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટની શિવધારા સોસાયટીમાં રહેતા ફરિયાદી રવિ રતાભાઈ ગોગિયા ઉ.વ.32નામના યુવકે આરોપી કાળું મુળુભાઈ જાદવ, દિલીપ મુળુભાઈ જાદવ, રવિ મુળુભાઈ જાદવ, મયુર ઉર્ફ મહેશ મુળુભાઈ જાદવ અને આરોપી નરેશ જીવાભાઈ જાદવ રહે.તમામ રંગપર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી રવીએ સત વર્ષ પહેલાં આરોપી કાળું, દિલીપ, રવિ અને મહેશની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી ગત તા.10ના રોજ ફરિયાદી રંગપર ગામે આયોજિત સમૂહલગ્નમાં આવતા પાંચેય આરોપીઓએ લાકડાના ધોકા વડે તેમજ ઢીકા પાટુનો માર મારી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.