Saturday - May 24, 2025

જાહેરમાં કાયદાનું વસ્ત્રાહરણ કરનાર શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

જાહેરમાં કાયદાનું વસ્ત્રાહરણ કરનાર શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

 મોરબીના સ્ટેશન રોડ ઉપર શનિવારે સાંજના સમયે પુર ઝડપે આવેલી એક સ્કોર્પિયો કારમાં સવાર શખ્સોએ સાઈડમાં પાર્ક કરેલી જીજેં36 એ એફ 8150નમ્બરની કારને અચાનક પાછળથી જોરદાર ટક્કર મારીને હત્યાની કોશિશ કર્યો હોવાનો ગુન્હો નોંધાયો હતો. જેમાં માંડલ ગામ પાસે ઈંડાની લારી હટાવવા મામલે કાર હેઠળ કચડી નાખવાનો પ્રયાસ કરી ખૂની  હુમલો  કરનાર પાંચ આરોપીઓની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર શનિવારે સાંજના સમયે અચાનક પુર ઝડપે સ્કોર્પિયો કાર ઘસી આવીને રોડની સાઈડમાં પાર્ક કરેલી સ્વીફ્ટ કાર સાથે અથડાઈ હતી પ્રથમવાર જે રીતે ટક્કર લાગી તે જોતા અકસ્માત નો બનાવ સર્જાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જોકે આ કાર દ્વારા ફરી બેથી ત્રણ વાર ટક્કર મારી જાણે કારમાં સવાર લોકોને કચરવાનો પ્રયાસ કર્યો હોય તે રીતે ગણતરીની મિનિટમાં સ્કોર્પિયો કારમાં સવાર શખ્સોએ ત્રણથી ચાર વખત કારને ટક્કર મારી કારની હાલત ભંગાર જેવી કરી દીધી હતી. આથી ફિલ્મી ઢબે હત્યાની કોશિશ કરી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ટ્રાફીકથી ધમધમતા રોડ પર ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાની ખુલ્લી ચેલેન્જ આપતા આ શખ્સોએ જાણે પોલીસ અને કાયદાનો ડર જ ન હોય તેમ ત્યાંથી કાર લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે સામાપક્ષે સ્વીફ્ટ કારમાં સવાર બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં સીસીટીવી ફૂટેજ બહાર આવતા સ્કોર્પિયો કારમાં સવાર શખ્સોએ સ્વીફ્ટ કારમાં રહેલા વ્યક્તિઓની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આથી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ઈંડાની લારી હટાવવા માટે હત્યાનો પ્રયાસ કરનાર આમદ કાસમ કટીયા, અકબર ઉર્ફે અકુકાસમભાઇ કટીયા, વસીમ યુનુશભાઇ સેડાત, ઝુસબ દિલાવરભાઇ માણેક તથા ફિરોજ સુલેમાન માલાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.