વાંકાનેર તાલુકાના હોલમઢ ગામેં આવેલી 1થી 8 ધોરણની સરકારી પ્રાથમિક સ્કલમાં શિક્ષણ તો યોગ્ય છે. પણ આ શાળામાં 3 ઓરડાની મોટી ખોટ છે.આ ત્રણ રૂમ ઘટતાં બધા વિદ્યાર્થીઓ સમય શકતા નથી. અગાઉ આ મુદ્દે શિક્ષણાધિકારી અને ધારાસભ્યને રજુઆત કર્યા છતાં શાળામાં 3 ઓરડાની ખોટ પુરી થઈ નથી. તેથી બાળકોને ભારે હાલાકી પડે છે. આથી ગામલોકોએ તેમના બધા બાળકો યોગ્ય રીતે બેસીને ભણી શકે એ માટે આ ઓરડાની ઘટ પુરી કરવાની માંગ કરી છે.જો કે આ નવા ઓરડાની સુવિધા આપવી શક્ય ન હોય તો સ્કૂલની બે પાળી કરી નાખો તેવું જણાવ્યું છે.
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામના ગામના સરપંચ ગીગાભાઈ મેપાભાઇ બાંભવાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ 1979 ની જળ હોનારતની દુર્ઘટના પછી નવું બન્યું છે. આ ગામ મચ્છુ જળ હોનારત તણાય ગયું હોય ત્યારબાદ નવું ગામ બન્યું હોય હવે આ ગામની 2500થી વધુની વસ્તી હોવાની સાથે આ વસ્તી ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર હોય છતાં કેનાલની સુવિધા ન હોવાથી ખેતી માટે સિંચાઇ માટે પાણી ન મળતા આ ગામની ખેતી વરસાદ આધારિત છે. વરસાદ થાય ત્યારે એક પાક લઈ શકાય છે. જો કે આ ગામમાં પશુપાલન વધુ હોવા છતાં ગામમાં પશુ દવખાનું નથી. જ્યારે ગામલોકોના આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. આ ગામમાં પ્રાથમિક એટલે 1થી8 ધોરણની સ્કૂલ, આંગણવાડી તેમજ ગામની અંદરના રોડ રસ્તા 90% કમ્પલેટ, ભુગર્ભ ગટરની વ્યવસ્થા 70 ટકા કમ્પલેટ છે કચરાના નિકાલ માટે કોઇ વાહન આપ્યું ન હોવાથી ગ્રામ પંચાયતને જાતે જ કચરાનો નિકાલ કરવો પડે છે. આ ગામને જોડતા ગારીડા, વસુધરા,શોભના, ઝાલીડા સહિતના ગામોના માર્ગ ગાડા માર્ગ છે. તેમજ આ ગામમાં પીવાના પાણીની મોટી મુશ્કેલી છે. જેમાં 10 વર્ષ પહેલા નર્મદાની લાઈન નાખવામાં આવી હતી. આ નવી લાઈનમાં10 વર્ષથી પાણી આવ્યું જ નથી. પાઇપલાઇન નાખી ત્યારથી ગામલોકોએ હમણા નર્મદાનું પાણી આવશે એવી આશાએ 10 વર્ષ કાઢી નાખ્યા છે. પણ પાણી ન આવતા હવે ગારીડા ગામેથી નવી લાઈન નાખવાની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે 4 ગામો વચ્ચે 468 હેકટર જેવી વિડીમાં ઘાસનું દસ વર્ષથી વાવેતર થયું ન હોવાથી હવે ગામલોકોએ કા આ વિડી ઘાસના વાવેતર માટે આપો અથવા પ્લોટિંગ પાડવાની માંગ કરી છે.